About Us
સમાજ, વિવિધ વ્યક્તિઓ, પરંપરાઓ, સંસ્કૃતિઓ અને સંકેતોની એક સંમિલિત અને સંજોગપૂર્ણ એકતાની અભિવ્યક્તિ છે. સમાજ એક ગોઠવણ, સહકાર, અને આદરની બંધનની રચના છે જે વ્યક્તિઓને એકબીજાની સહાય, સમર્થન અને સાથની આવશ્યકતા પરિણત કરે છે. આપણી, સમાજની ગુણવત્તા અને સામર્થ્યોના નીરીક્ષણથી આપણ| સમાજની વિકાસશીલતા અને પ્રગતિ નિર્ધારિત થાય છે. આ સંકેતો અને સંસ્કૃતિનો સંરક્ષણ અને વિકાસ સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે.
"દાનુદાદા"
સ્વ. દાનુદાદા મુળજીભાઈ પ્રજાપતિ સૌના લાડકા "દાનુદાદા" સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટનું નામ એટલે "દાનુદાદા" જેમણે પોસ્ટકાર્ડના જમાના માં જ્યારે ફોન પણ ન હતા એવા સમયમાં સમૂહલગ્ન તેમજ અન્ય સમાજ નાં સંગઠન કરવા પ્રયત્નો કર્યા તેમજ તેમના પ્રયત્નો સફળ પણ બન્યા. તેમજ દાનુદાદા રૂબરૂ ગામે ગામ ફરી સમાજનાં હિતમાં સમૂહલગ્ન ના પાયા નાખ્યા. જેથી સમાજનું કોઈ ઘર કે ગરીબ પરિવારની દીકરી કરિયાવર વિના કે સમાજની હુંફથી વંચિત ન રહે. તેમણે સમાજનાં ગરીબ પરિવાર ની દીકરીને પોતાની માની સમૂહલગ્ન ના આગોતરા આયોજનઓ કર્યા અને તેમના આ કાર્ય માં સમાજના સભ્યોએ પણ સાથ આપ્યો.
જે બીજ દાનુદાદા એ સમાજ ના કલ્યાણ માટે રોપ્યા હતા એ હવે આપણાં સમાજની જે વાડી બની એ રૂપે વટવૃક્ષ બની સમાજમાં શોભે છે . આજે પૂજ્ય. "દાનુદાદા" જ્યાં પણ હશે એ ખરેખર ખૂબ જ આનંદ અનુભવશે કે મારો સમાજ હાલમાં યોગ્ય હાથમાં છે અને ખૂબ જ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપતા હશે.
ભગવાન એ દિવ્ય આત્માને સદગતિ આપે અને તેમના પરિવારને મારી વિનંતી છે કે તેઓ પણ ટ્રસ્ટના આ વિકાસ નાં પ્રવાહ માં જોડાઈને સમાજ કલ્યાણ નું ભગીરથ કામ જે પુ."દાનુદાદા" એ આરંભ કર્યું હતું તેને આગળ ધપાવવા સાથ સહકાર આપે એજ પ્રાર્થના.
-સર્વ બાવન ગોળ વાટલિયા પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટ
115, ANAND VIHAR BUNGALOW,IOC ROAD CHANDKHEDA, TRAGAD,AHMEDABAD AHMEDABAD GUJARAT - INDIA - 382424
info@sbvpctrust.com
Donation covered u/s 80G of Income Tax Act.
Exempted U/S 12A of the Income Tax Act. 1961. prov Reg No. :-ABITS0115RE20231 & 80G Reg. No. ABITS00115RE20241
© sbvpctrust.com. All Rights Reserved.